સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો છે. આજે નવી દિલ્હીમાં મેજર બોબ ખાથિંગ સ્મૃતિ કાર્યક્રમની પાંચમી આવૃત્તિને સંબોધતા શ્રી સિંહે યુધ્ધનાં મેદાનમાં શૌર્ય અને મુત્સદ્દીગીરીનાં ક્ષેત્રમાં પોતાનાં કૌશલ્યથી ઇતિહાસમાં અવિસ્મરણિય છાપ છોડનારા શ્રી ખાથિંગને ભારતનાં મહાન સપૂત ગણાવ્યા. શ્રી સિંહે સહસ્ત્ર સીમાબલ અને નાગાલેન્ડ સશસ્ત્ર પોલિસની રચનામાં મેજર ખાથિંગના પ્રદાનની પ્રશંસા કરીહતી.
Site Admin | માર્ચ 19, 2025 6:26 પી એમ(PM) | સંરક્ષણ મંત્રી
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો
