ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 12, 2024 2:13 પી એમ(PM) | તરંગ શક્તિ ક્વાયત

printer

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જોધપુરમાં તરંગ શક્તિ ક્વાયતનું નિરીક્ષણ કર્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતના ત્રણેય સેન્ય વડાઓ સાથે રાજસ્થાનના જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે ચાલી રહેલ તરંગ શક્તિ કવાયતનું નિરીક્ષણ કર્યું.આ પ્રસંગે રાજનાથ સિંહે જણાવ્યું કે,આ કવાયતનો ઉદ્દેશ્ય દેશની સૈન્ય ક્ષમતાઓને પ્રદર્શિત કરવા અને સહભાગી રાષ્ટ્રો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યું, તરંગ શક્તિ એ મિત્ર દેશો વચ્ચે સહયોગ અને પરસ્પર વિશ્વાસનું નિર્માણ કરવાનું માધ્યમ છે.જોધપુર ખાતે સંરક્ષણ ઉડ્ડયન પ્રદર્શનની આ આવૃત્તિ શનિવાર સુધી યોજાવાની છે,જેમાં ઉદ્યોગો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે.પ્રદર્શનમાં સંરક્ષણ ઉત્પાદનો અને ટેકનોલોજી રજૂ કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ