સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન ફક્ત અવામી લીગના શાસનકાળ દરમિયાન જ થયું ન હતું, પરંતુ તે વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન પણ થઈ રહ્યું છે. આ તારણ એકતથ્ય-શોધ અહેવાલમાં બહાર આવ્યું છે, જેને બુધવારે યુએન એજન્સી દ્વારા જાહેર કરાયું હતું.
અહેવાલમાં જણાવાયું છે કે પ્રોફેસર મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે સત્તા સંભાળી ત્યારથી ધાર્મિક અને સ્વદેશી સમુદાયો સામે માનવાધિકાર ઉલ્લંઘન થઈ રહ્યું છે. શેખ હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગ સરકારે ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના સામૂહિક વિરોધ પ્રદર્શનો સામે હિંસાનો ઉપયોગ કર્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 8:07 પી એમ(PM) | સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન ફક્ત અવામી લીગના શાસનકાળ દરમિયાન જ થયું ન હતું
