ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 9, 2024 2:23 પી એમ(PM)

printer

સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા ભંડોળ -UNFPA એ માતાના સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનને આગળ વધારવામાં ભારતની પ્રશંસા કરી

સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા ભંડોળ -UNFPA એ માતાના સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનને આગળ વધારવામાં ભારતની પ્રશંસા કરી છે.
UNFPAના કાર્યકારી નિદેશક ડૉ. નતાલિયા કાનમ, નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં, માતાના સ્વાસ્થ્ય અને કુટુંબ નીયોજનમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને આગળ વધારવા માટે અને ભારત સાથે ભાગીદારી કરવા માટે ભંડોળની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.
તેમણે 2000 અને 2020 વચ્ચે માતા મૃત્યુ દરમાં 70 ટકાનો ઘટાડો કરવાના ભારતના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ સાથે, દેશ 2030 પહેલા માતા મૃત્યુ દરને સિત્તેર ટકાથી નીચે લાવવાના ટકાઉ વિકાસ લક્ષ્યને હાંસલ કરવાની સ્થિતિમાં પહોંચી ગયો છે. આ નોંધપાત્ર પ્રગતિએ દેશભરની હજારો મહિલાઓના જીવન બચાવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ