ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 1, 2024 2:58 પી એમ(PM) | સંયુક્ત આરબ અમીરાત

printer

સંયુક્ત આરબ અમીરાતે બે મહિનાનો એક વ્યાપક વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો

સંયુક્ત આરબ અમીરાતે બે મહિનાનો એક વ્યાપક વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓ માટે તેમની સ્થિતિને નિયમિત કરવા અથવા દંડ વિના વિદાય લેવાની નિર્ણાયક તક આપે છે.આજથી અમલમાં આવનારા આ કાર્યક્રમની જાહેરાત ફેડરલ ઑથોરિટી ફોર આઈડેન્ટિટી, સિટીઝનશિપ, કસ્ટમ્સ અને પોર્ટ સિક્યુરિટી દ્વારા કરવામાં આવી હતી, અને તે 30 ઓક્ટોબર સુધી ચાલશે.
આ કાર્યક્રમ હેઠળ, પ્રવાસી અને રેસીડેન્સી વિઝા સહિત તમામ પ્રકારના વિઝાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલી વ્યક્તિઓ, સંયુક્ત આરબ અમીરાતમાં કાયદેસર રીતે રહેવા અને કામ કરવાનું યથાવત્ રાખવા માટે તેમની સ્થિતિને નક્કી કરી શકે છે અથવા દંડ વસૂલ્યા વિના કે પ્રવેશ પ્રતિબંધનો સામનો કર્યા વિના દેશ છોડી શકે છે. જો કે, દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓને માફી લાગુ પડતી નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ