ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 10, 2024 7:28 પી એમ(PM) | શ્રમિક અન્નપૂર્ણા યોજના

printer

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરવાની જાહેરાત

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે. માત્ર 5 રૂપિયાના નજીવા દરે શ્રમયોગીઓને પૌષ્ટિક ભોજન પૂરું પાડતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર સુધીમાં જ ૭૫.૭૦ લાખથી વધુ ભોજનનું અને કુલ ૨.૯૩ કરોડ રૂપિયાથી વધુનું ભોજનનું વિતરણ કરાયું. આ દરેક ભોજન પાછળ રાજ્ય સરકાર પ્રતિ ભોજન ૩૭ રૂપિયાની સબસીડી ચૂકવે છે. રાજ્યના ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ કડીયાનાકાઓ ખાતે આવા ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ