શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતમાં રાજકોટ ખાતે પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન, તેઓ શ્રમ સુધારણા, અસંગઠિત કામદારો નાઈ-શ્રમ-નેશનલ ડેટાબેઝ અને રોજગારની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, કેન્દ્ર સરકાર અને રાજ્યો દ્વારા લેવામાં આવતી ચાવીરૂપ પહેલો પર સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરશે.આ બેઠક શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે આયોજિત રાષ્ટ્રીય-વ્યાપી પરામર્શની શ્રેણીનો એક ભાગ છે. બેઠક દરમિયાન, અસંગઠિત કામદારોમાટે સામાજિક સુરક્ષા લાભો સરળતાથી મેળવવા માટે વન-સ્ટોપ સોલ્યુશન તરીકે ઈ-શ્રમ પોર્ટલની રચના,મકાનઅને બાંધકામ કામદારો માટે વિવિધ કેન્દ્રીય કલ્યાણ યોજનાઓના કવરેજના વિસ્તરણ સહિત મુખ્યશ્રમ અને રોજગાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 2:23 પી એમ(PM)
શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતમાં રાજકોટ ખાતે પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે
