શ્રમ અને રોજગાર મંત્રાલયે વંચિત શ્રમિકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભો પૂરા પાડવા હિલચાલ શરૂ કરી છે. મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને પરપ્રાંતિયો, બાંધકામ ક્ષેત્ર, બીડી શ્રમિકો, સિનેમા ક્ષેત્રનાં કર્મચારીઓ, કોલસા સિવાયની ખાણોનાં શ્રમિકો, કોન્ટ્રાક્ટ પર કામ કરતા અને અસંગઠિત ક્ષેત્રનાં શ્રમિકોને પણ આવાસ યોજનામાં સમાવવા વિનંતી કરી છે.
માન્ય લાભાર્થીઓને બે કરોડ વધારાના મકાનો પૂરાં પાડવાના હેતુથી વધુ પાંચ વર્ષ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ લંબાવવાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીને પગલે આ નિર્ણય લેવાયો છે.
મંત્રાલયે જણાવ્યું છે કે આ શ્રમિકો સમાજનાં વંચિત વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2024 8:06 પી એમ(PM) | શ્રમ અને રોજગાર મંત્રાલય
શ્રમ અને રોજગાર મંત્રાલયે વંચિત શ્રમિકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભો પૂરા પાડવા હિલચાલ શરૂ કરી
