વિવિધ રાજ્યોની 47 વિધાનસભા બેઠકો અને કેરળમાં વાયનાડ સંસદીય બેઠક માટે પેટાચૂંટણી માટે ગઈકાલે નામાંકન પ્રક્રિયા સમાપ્ત થઈ. ઉત્તર પ્રદેશની નવ, રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ બેઠકો, બિહાર અને પંજાબની ચાર-ચાર, કર્ણાટકની ત્રણ, કેરળ, મધ્યપ્રદેશની અને સિક્કિમની બે-બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે.
આ ઉપરાંત, છત્તીસગઢ, ગુજરાત અને મેઘાલયમાં એક-એક સીટ માટે વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાશે. આ બેઠકો પર અને વાયનાડ સંસદીય મતવિસ્તારમાં પણ 13 તારીખે મતદાન થશે.
આ દરમ્યાન મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા સીટ પર 20મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 8:39 એ એમ (AM) | પેટાચૂંટણી
વિવિધ રાજ્યોની 47 વિધાનસભા બેઠકો અને કેરળની વાયનાડ સંસદીય બેઠક માટે પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ.
