ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 7:09 પી એમ(PM) | વિધાનસભા

printer

વિધાનસભામાં આજે માર્ગ અને મકાન વિભાગની 24 હજાર 705 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માગણીઓ મંજૂર

વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગની વર્ષ 2025-26ની 24 હજાર 705 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માગણીઓ મંજૂર કરવામાં આવી છે. ગૃહમાં મુખ્યમંત્રી વતી માગણીઓ રજૂ કરતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, માર્ગ અને મકાન વિભાગની માંગણીઓમાં ગત વર્ષની સરખામણીએ બે હજાર 542 કરોડ એટલે કે, 11.47 ટકા જેટલો વધારો કરી આ માગણીઓ મંજૂર કરવામાં આવી છે.
શ્રી વિશ્વકર્માએ કહ્યું, હાલમાં રાજ્યના 99.92 ટકા ગામડાઓ પાકા રસ્તાથી જોડાયેલા છે. આ વખતના અંદાજપત્રની આ વર્ષની સૌથી મોટી બાબતો વિશે જણાવતાં તેમણે કહ્યું, ઉત્તર ગુજરાતનું સૌરાષ્ટ્ર સાથે જોડાણ કરવા ડીસા-પીપાવાવ સુધીનો 430 કિલોમીટર લંબાઈના નમોશક્તિ એક્સપ્રેસ-વૅને 36 હજાર 120 કરોડ રૂપિયાની અંદાજિત રકમથી વિકસાવાશે. જ્યારે હાઈસ્પીડ કૉરિડોર પ્રૉજેક્ટ અંતર્ગત એક હજાર 155 કિલોમીટર લંબાઈના રસ્તાને 10 હજાર કરોડ રૂપિયાની રકમથી ગરવી ગુજરાત હાઈસ્પીડ હાઈ-વૅ પ્રૉજેક્ટ તરીકે વિકસાવવા પ્રથમ તબક્કામાં 12 રસ્તાનો વિકાસ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ