વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર અને ચિલીના વિદેશી મંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત-ચીલી જોઇન્ટ કમિશનની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત, શ્રી ક્લેવરેન આજે ચિલી-ઈન્ડિયા બિઝનેસ (એગ્રીકલ્ચર) સમિટમાં પણ ભાગ લેશે અને બાદમાં મુંબઈ જવા રવાના જશે. ચીલીના વિદેશ મંત્રી આલ્બર્ટો વાન ક્લેવરેન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે.
લેટિન અમેરિકન ક્ષેત્રમાં ચિલી ભારતનું મુખ્ય ભાગીદાર છે. શ્રી ક્લેવરેનની આગામી મુલાકાત બંને પક્ષોને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરીને સહકાર માટે નવા માર્ગો શોધવાની તક પૂરી પાડશે.
Site Admin | ઓગસ્ટ 28, 2024 3:01 પી એમ(PM) | વિદેશ મંત્રી
વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર અને ચિલીના વિદેશી મંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત-ચીલી જોઇન્ટ કમિશનની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે
