વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષને લઈને ચિંતિત છે. અમેરિકામાં કારનેજી એન્ડોવમેન્ટ ખાતે વાતચીત દરમિયાન ડૉ. જયશંકરે ગયા વર્ષે ઈઝરાયેલ પર થયેલા હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઈપણ દેશે જવાબી કાર્યવાહી કરતી વખતે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનું પાલન કરવું જોઈએ. રશિયા-યુક્રેન સંઘર્ષમાં ભારતની ભૂમિકા
અંગે ડૉ. જયશંકરે કહ્યું કે ભારત બંને પક્ષો વચ્ચે વાતચીત દ્વારા સંઘર્ષ ઉકેલવાના પ્રયાસો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પડોશીઓ સાથે ભારતના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
Site Admin | ઓક્ટોબર 2, 2024 4:08 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષને લઈને ચિંતિત છે
