વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે રિયાધમાં ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. આ મહત્વપૂર્ણ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.
આ બેઠકમાં વેપાર, રોકાણ અને ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે આ ઉપરાંત, ડૉ. જયશંકર જીસીસીના સભ્ય દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
દરમિયાન ડૉ. જયશંકરે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર ભાર મૂકતા સાઉદી અરેબિયાના તેમના પ્રવાસના પ્રથમ દિવસે ગઇકાલે રિયાધમાં મુખ્ય સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 10:56 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે રિયાધમાં ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે
