પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. તેમજ તેમના આદર્શ સરકારને હંમેશા માર્ગદર્શન આપતા રહેશે. હરિયાણાના હિસારમાં આજે એક જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ગત 11 વર્ષથી બાબાસાહેબનું જીવન, તેમનો સંઘર્ષ અને તેમનો શાશ્વત સંદેશ સરકારની યાત્રાનો આધાર રહ્યો છે.
બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી મોદીએ કહ્યું, બાબાસાહેબના મંત્ર મુજબ કામ કરતા ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિથી ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા સુધી વિમાન સેવા શરૂ થઈ ગઈ છે.
શ્રી મોદીએ વક્ફ કાયદામાં કરાયેલા તાજેતરના પરિવર્તનનો બચાવ કરતાં કહ્યું, આનાથી ગરીબ મુસ્લિમ સમુદાયને લાભ થશે અને આદિવાસી જમીનોનું રક્ષણ થશે. વક્ફ કાયદા પર ચર્ચા અનેક મુસ્લિમ વિધવાઓ દ્વારા સરકારને પત્ર લખ્યા બાદ શરૂ થઈ હોવાનું પણ શ્રી મોદીએ ઉમેર્યું હતું. આ પહેલા પ્રધાનમંત્રીએ આજે હિસાર હવાઈમથક પર અયોધ્યા માટે વાણિજ્યિક ઉડાનને રવાના કરી. તેમજ ટર્મિનલ-ટૂ ભવનનું ખાતમુહૂર્ત કર્યું.
Site Admin | એપ્રિલ 14, 2025 6:27 પી એમ(PM)
વક્ફ કાયદાથી મુસ્લિમોનું શોષણ અટકશે અને ગરીબ તેમજ પછાત મુસ્લિમોને તેમનો હક મળશે : પ્રધાનમંત્રી
