ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 9:31 એ એમ (AM)

printer

લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025 અને સંસદમાં બેન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર.

લોકસભામાં ગઈ કાલે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025 પસાર કરવામાં આવ્યું. ખરડામાં આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવાની અને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવાની જોગવાઈ છે.કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ખરડા પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું, આ ખરડો ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે, સ્વરોજગારનું સર્જન કરશે. તથા નાના ઉદ્યોગ સાહસિકોનાં વિકાસમાં મદદરૂપ થશે. શ્રી શાહે જણાવ્યું, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું નામ ગુજરાતમાં અમૂલ કંપનીનો પાયો નાખનારા ત્રિભુવનભાઈ પટેલના નામે રખાયું છે.દરમિયાન ગઇકાલે સંસદમાં બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર થયો હતો. રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી હતી. લોકસભામાં આ વિધેયક અગાઉ પસાર થઈ ચૂક્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ