ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 7, 2024 7:41 પી એમ(PM)

printer

લોકસભાના અધ્યક્ષ ઑમ બિરલાએ આજે સંવિધાન સદનના કેન્દ્રીય ખંડમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ બલીરામ ભગતની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

લોકસભાના અધ્યક્ષ ઑમ બિરલાએ આજે સંવિધાન સદનના કેન્દ્રીય ખંડમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ બલીરામ ભગતની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સંસદ સભ્યો, પૂર્વ સભ્યો, લોકસભા સચિવાલય અનેરાજ્યસભા સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓએ પણ શ્રી ભગતને શ્રદ્ધાંજલિ આપી હતી.સંસદીય અનુભવ અને સંસદીય પદ્ધતિઓ તેમજ પ્રક્રિયાઓની ઊંડાણપૂર્વક જાણકારીધરાવતા સ્વતંત્રતા સેનાની શ્રી ભગતની 5 જાન્યુઆરી 1976એ પાંચમી લોકસભાના અધ્યક્ષપદ માટે પસંદગી થઈ હતી. તેઓ વચગાળાની સંસદ અને પહેલી, બીજી, ત્રીજી, ચોથી,પાંચમી, સાતમી અને આઠમી લોકસભાના સભ્ય પણરહ્યા હતા. શ્રી ભગત હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલ પણ રહ્યા હતા. 2જાન્યુઆરી 2011માં તેમનું અવસાન થયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ