લખનઉમાં ગઈકાલે ધરાશાયી થયેલા મકાનના કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવતાં મૃત્યુઆંક 8 થયો છે. ઇજાગ્રસ્ત 28 લોકોને સારવાર અર્થે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી દરમિયાન ગઇકાલે રાતે કાટમાળ નીચેથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.
પોલીસ અને વહીવટીતંત્રની સાથે રાજ્યઅને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીઓ બચાવ કામગીરી કરી રહી છે. લખનઉના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં ગઈ સાંજે ત્રણ માળ એકની ઈમારત ધરાશાયી થઈ હતી.