ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન રુદ્રાંક્ષ બાલાસાહેબ પાટિલે બ્યુનોસ એર્સમાં રમાઇ રહેલી આઈએસએસએફ વિશ્વ કપ 2025માં પુરુષોની 10 મીટર એર રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.સ્થાનિક ખેલાડી માર્સેલો જુલિયન ગુટિરેઝે 230.1 સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આઈએસએસએફ વર્લ્ડ કપમાં રુદ્રાક્ષ પાટિલનો આ બીજો વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક છે. તેમણે 2023માં કૈરો ખાતે 10 મીટર એર રાઇફલનો ખિતાબ પણ જીત્યો હતો.
Site Admin | એપ્રિલ 7, 2025 9:56 એ એમ (AM)
રુદ્રાંક્ષ બાલાસાહેબ પાટિલે બ્યુનોસ એર્સમાં રમાઇ રહેલી આઈએસએસએફ વિશ્વ કપ 2025માં પુરુષોની એર રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો
