ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 26, 2024 7:20 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુ

printer

રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુએ આજે લદ્દાખમાં સિયાચિન બેસકેમ્પની મુલાકાત લીધી

રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુએ આજે લદ્દાખમાં સિયાચિન બેસકેમ્પની મુલાકાત લીધી હતી અને સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત સૈનિકો તેમજ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.
શ્રી મુર્મુએ સૈનિકોને સંબોધન કરતા પડકારજનક સ્થિતિ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે દેશની સુરક્ષા કરવા બદલ તેમની બહાદૂરીની પ્રશંસા કરી. તેમણે સિયાચીન યુદ્ધ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ અને રામનાથ કોવિંદ બાદ સિયાચીન ગ્લેશિયરની મુલાકાત લેનારા શ્રીમતી મુર્મુ ત્રીજા રાષ્ટ્રપતિ છે.
કારાકોરમ રેંજમાં સ્થિત સિયાચીન ગ્લેશિયર વિશ્વની સૌથી ઉંચી લશ્કરી છાવણી છે. ભારતીય સેના એપ્રિલ 1984માં ચલાવેલા ઑપરેશન મેઘદૂત બાદથી તેની સુરક્ષામાં છે.