રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હી ખાતે વર્ષ 2022 માટે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન રાષ્ટ્રપતિ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમાજગતના સર્વોચ્ચદાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરશે.સુશ્રી મુર્મૂ કન્નડ ફિલ્મ કાંતારામાં પોતાના અભિનય બદલ અભિનેતા રિષભ શેટ્ટીને શ્રેષ્ઠ અભિનેતાનોપુરસ્કાર પણ એનાયત કરશે. ઉપરાંત તામિલ ફિલ્મ તિરૂચીત્રામ્બલમ માટે નિત્યા મેનન અને ગુજરાતી ફિલ્મ કચ્છએક્સપ્રેસ માટે અભિનેત્રી માનસી પારેખનેશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળશે. જ્યારે ફિલ્મ નિર્દેશક સૂરજ બડજાત્યાને તેમની ફિલ્મ “ઉંચાઈ” માટે શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેસન્માનિત કરાશે. તો ફીચર ફિલ્મ શ્રેણીમાં ગુલમોરને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનોપુરસ્કાર તેમજ હરિયાણવી ફિલ્મ “ફૌજા”નેનોન-ફિચર ફિલ્મ શ્રેણીમાં બેસ્ટ લિરિક્સનો પુરસ્કાર અપાશે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 7:39 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હી ખાતે વર્ષ 2022 માટે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહેશે
