રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં માઓવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે કોઈપણ લક્ષ્ય હાંસલ કરવા માટે હિંસાનો માર્ગ અપનાવવો યોગ્ય નથી. કોઈપણ સમાજમાં હિંસા સારી નથી. રાષ્ટ્રપતિ મુર્મુએ ડાબેરી આતંકવાદીઓને હિંસા છોડી દેવા વિનંતી કરી. તેમણે કહ્યું કે સરકાર તેમની સમસ્યાઓના ઉકેલ માટે શક્ય તમામ પ્રયાસો કરશે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 7:38 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં માઓવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી
