ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 2:24 પી એમ(PM)

printer

રાણા સાંગા અંગે સપાના સાંસદની ટિપ્પણીને પગલે રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઈ

સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગા વિરુધ્ધ કરેલી ટિપ્પણીનાં મુદ્દે આજે રાજ્યસભાની કામગીરી ખોરવાઈ ગઈ હતી.
સવારે સત્ર શરૂ થયું ત્યારે શાસક પક્ષનાં સભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને શ્રી સુમન પાસે માફીની માંગણી કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, સભ્યોએ સભાપતિની સૂચનાનું પાલન કરવું જોઇએ.
વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, દેશ માટે લડનાર દરેક પ્રત્યે સન્માનની લાગણી હોવી જોઇએ. જો કે, ગૃહમાં શોરબકોર ચાલુ રહેતા સભાપતિએ કામગીરી 12 વાગ્યા સુધી મોકૂફ રાખી હતી. 12 વાગ્યે પ્રશ્નોત્તરી ચાલુ થઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ