ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 9, 2024 7:04 પી એમ(PM)

printer

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે.. આ ગુનાઓમાં રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ઘટાડો થયો છે. ‘મેન્ટર પ્રોજેક્ટ’ અંતર્ગત હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ ૬ હજાર ૫૦૦ રીઢા આરોપીઓનું ડેઇલી સર્વેલન્સ કરવામાં આવશે. તેવી જાહેરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરી છે.

આરોપી ફરીથી કોઇ ગુનો નકરે તે સતત વોચ રાખવી અને આ આરોપીઓ ગુનાનો રસ્તો છોડી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તેવા પ્રયત્નો કરવાની મેન્ટરની મુખ્ય જવાબદારી સોંપાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ