એપ્રિલ 5, 2025 9:52 એ એમ (AM)

printer

રાજ્યમાં આઠ એપ્રિલ સુધી ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી નવ એપ્રિલ સુધી હિટવૅવની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં આજથી આઠ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ સંભાવના છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કચ્છના ભુજમાં નોંધાયું. જ્યારે કંડલા હવાઈમથક પર 42 ડિગ્રી, અમરેલી, બનાસકાંઠાના ડીસા અને જુનાગઢના કેશોદમાં 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું. અન્ય જિલ્લાઓ અને શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.