રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 29 માર્ચ બાદ ફરી તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતા છે, તેમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું.
બીજી તરફ, રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમરેલી, રાજકોટ, અમદાવાદ અને બનાસકાંઠાના ડીસામાં નોંધાયું હતું. જ્યારે વડોદરા, ગાંધીનગર, મહુવા અને કચ્છના ભુજમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
Site Admin | માર્ચ 27, 2025 7:28 પી એમ(PM)
રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
