રાજ્યમાં આગામી 2 દિવસમાં મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. ત્યારબાદ તાપમાન બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. આ સાથે જ આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા હવાઈમથક પર નોંધાયું હતું. જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 43 ડિગ્રી, ગાંધીનગર અને ડીસામાં 42 ડિગ્રી, જ્યારે ભુજ, ભાવનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે.
Site Admin | એપ્રિલ 20, 2025 10:03 એ એમ (AM)
રાજ્યમાં આગામી બે દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળવાની આગાહી
