રાજ્યમાં આગામી ચાર દિવસ છુટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલે પંચમહાલ, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર અમરેલી અને દીવમાં છુટા છવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આવતીકાલે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Site Admin | માર્ચ 31, 2025 6:18 પી એમ(PM) | વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ છુટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા
