રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, યુવા પેઢી યોગ્ય, કુશળ અને રાષ્ટ્રપ્રેમી બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિકસિત ભારત એટ 2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ વિષય પર યોજાયેલા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરતા શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સંમેલનમાં વિવિધ તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, ભારતીય મૂળ સંસ્કૃતિને શિક્ષણ પદ્ધતિથી જોડી રાખવાનું કાર્ય નવી શિક્ષણ નીતિ દ્વારા થશે. તેમણે રાષ્ટ્રને શ્રેષ્ઠ નાગરિકો મળે તે માટે આજના સમયમાં ઈચ્છા અને તૃપ્તિનું અંતર શીખવીને ગુરુજનોને શિક્ષણ આપવાની હિમાયત કરી હતી.
Site Admin | માર્ચ 27, 2025 7:46 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, યુવા પેઢી યોગ્ય, કુશળ અને રાષ્ટ્રપ્રેમી બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.
