રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને ભય રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી છે. ગાંધીનગર જિલ્લાના ભાદોલ ગામમાં જિલ્લા તંત્ર અને આત્મા પ્રૉજેક્ટ દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોએ પણ શ્રી દેવવ્રતને પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી આપી હતી.શ્રી દેવવ્રતે કહ્યું,‘આત્મા પ્રૉજેક્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં ગામેગામ નિષ્ણાત તાલીમ શિક્ષક દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.’ શ્રી દેવવ્રતે સરપંચોને ખેડૂતોના કલ્યાણ માટે આગળ આવવા અને તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતપદ્ધતિની તાલીમ લે તેવા પ્રયાસ કરે તેવી પણ અપીલ કરી છે. જિલ્લા કલેકટર મેહુલ દવેએ કહ્યું કે, ગાંધીનગર જિલ્લામાં 188 જેટલા ગામમાં 75થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 6:11 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને ભય રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી
