ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 20, 2024 7:11 પી એમ(PM)

printer

રાજ્યની વડી અદાલતમાં હાલમાં એક લાખ 70 હજાર 963 કેસ અને જિલ્લા તેમજ નીચલી અદાલતોમાં 16 લાખ 90 હજાર 643 કેસ પડતર

રાજ્યની વડી અદાલતમાં હાલમાં એક લાખ 70 હજાર 963 કેસ અને જિલ્લા તેમજ નીચલી અદાલતોમાં 16 લાખ 90 હજાર 643 કેસ પડતર છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગઈકાલે પૂછેલા પ્રશ્નનો કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જૂનરામ મેઘવાલે જવાબમાં આ માહિતી આપી હતી.શ્રી મેઘવાલે જણાવ્યું કે, ગુજરાત વડી અદાલતમાં ન્યાયાધીશની કુલ મંજૂર કરાયેલી 52માંથી 20 જગ્યા ખાલી છે. જ્યારે રાજ્યની જિલ્લા અને નીચલી અદાલતોમાં ન્યાયાધીશની કુલ મંજૂર કરાયેલી એક હજાર 720માંથી 535 જગ્યા ખાલી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ