ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 26, 2025 8:12 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

printer

રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચને કાર્યરત્ કરવા મંજૂરી આપી.

રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત્ કરવા મંજૂરી આપી છે. સત્તાવાર યાદી મુજબ, વહીવટી સુધારણાના વિવિધ પાસાંઓ અંગે આ પંચ 2 વર્ષ સુધીમાં અભ્યાસ પૂર્ણ કરી સમયાંતરે પોતાની ભલામણ સરકારમાં રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર-સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં મુખ્યસચિવ સહિત પાંચ વરિષ્ઠ સચિવ આ પંચના સભ્ય રહેશે.
રાજ્યના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા રચાયેલું પંચ વિકસિત ગુજરાતનો ધ્યેય પ્રાપ્ત કરવા વહીવટી તંત્રની કાર્યક્ષમતા, અસરકારકતા અને પ્રતિભાવશીલતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, અંદાજપત્રમાં આ પંચ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ