રાજકોટના જસદણમાં આજે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કેમ્પમાં તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓની વિનામૂલ્યે તપાસ કરી સાધન સહાય માટે પસંદગી કરાઇ હતી. દિવ્યાંગતા અંગેના પરીક્ષણ ઉપરાંત સંત સુરદાસ યોજના, મનોદિવ્યાંગોને પેન્શન, UDID કાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર સહિતની સેવાઓનો લાભ આપવા દિવ્યાંગજનો પાસેથી અરજી સ્વીકારવામાં આવી હતી.
કેમ્પમાં જસદણ સહિત આજુબાજુના ૩૦ ગામોના અંદાજે ૬૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેઓને આગામી દિવસોમાં તેમની જરૂરિયાત અનુસાર ટ્રાયસિકલ, વ્હીલચેર, હિયરીંગ એઈડ મશીન, બેટરી બાઈક, કાંખઘોડી, સી.પી. ચેર, સ્માર્ટફોન, ફોલ્ડીંગ સ્ટીક વગેરે સહાયક ઉપકરણ અપાશે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 8:20 પી એમ(PM)
રાજકોટના જસદણમાં આજે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો
