રાજકોટના કોટડાસાંગાણી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાયવિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં 135 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને 10 લાખ 96 હજારથી વધુ રકમની સહાય વિતરણ કરવામાં આવી.જેમાં લાભાર્થીઓને નવા ડોક્ટરી સર્ટી, PMJAY કાર્ડ, આભાકાર્ડ બનાવી આપવા સહિત મોટા્રાઈઝ બેટરી બાઈક, ટ્રાઈસીકલ,વ્હીલચેર, ટી એલ એમ કીટ, કાખ ઘોડી, વોકિંગ સ્ટિક, હિયરિંગએડ, સેલ ફોન, ADL કીટ વગેરે સહાયક ઉપકરણ મંજુર કરાયા હતા. આ કેમ્પમાં સમાજ સુરક્ષા કચેરી દ્વારા 31 લાભાર્થીઓને યોજનાકીય લાભો પણ મંજુર કરાયા હતા.
Site Admin | ડિસેમ્બર 5, 2024 7:12 પી એમ(PM)
રાજકોટના કોટડાસાંગાણી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાયવિતરણ કેમ્પ યોજાયો
