રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” અંતર્ગત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું.
જેમાં ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન અને સંચાર, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક નમુના અને ગણનાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન જેવા પાંચ વિભાગમાં દરેક વિભાગ દીઠ 14 કૃતિ મળી, કુલ પાંચ વિભાગમાં 70 કૃતિઓનું નિદર્શન કરાયું હતું.
આ સાથે જ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષક અને શાળાને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર અને બાળ સ્વયંસેવકો અને વૈજ્ઞાનિકોને 21થી વધુ વસ્તુઓની શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવી હતી
Site Admin | ડિસેમ્બર 13, 2024 4:09 પી એમ(PM)
રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” અંતર્ગત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું
