ભારતે બાંગ્લાદેશને કહ્યુ કે, અયોગ્ય ટિપ્પણીઓ અને મુદ્દાઓ બનાવવાને બદલે, બાંગ્લાદેશે તેના લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાઓ અંગે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને ભારત નકારે છે. ભારત પર ટિપ્પણી કરવાને બદલે, તેણે પોતાના દેશના લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવી ભારતે બાંગ્લાદેશને સલાહ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર શફીકુલ આલમના પ્રેસ સેક્રેટરીએ મુર્શિદાબાદમાં થયેલી હિંસામાં તેમના દેશની સંડોવણીનો ઇનકાર કરતા, ભારત સરકાર અને પશ્ચિમ બંગાળ સરકારને મુસ્લિમોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
Site Admin | એપ્રિલ 18, 2025 1:53 પી એમ(PM)
મુર્શિદાબાદ હિંસા મામલે ટિપ્પણી કરનાર બાંગ્લાદેશને બિનજરૂરી મુદ્દા ન ઉઠાવવા ભારતે સલાહ આપી
