મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં 200 જેટલા ખરીદ કેન્દ્રો પરથી 2 લાખ 6 હજાર મેટ્રિક ટન તુવેરના જથ્થાની ખરીદી કરવાનું આયોજન છે.મુખ્યમંત્રીએ અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઈ-લોકાર્પણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્માન કર્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 24, 2025 7:57 પી એમ(PM) | કિસાન સન્માન સમારોહ
મુખ્યમંત્રીએ રાજ્યકક્ષાના કિસાન સન્માન સમારોહ અન્વયે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો
