મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલના પુનઃવિકાસના બીજા તબક્કાની કામગીરી માટે અંદાજે રૂપિયા એક હજાર ત્રણ કરોડના કામોની મંજૂરી આપી છે.
જેમાં સરદાર પટેલ રીંગ રોડથી નરોડા સ્મશાન ગૃહ, વિંઝોલ વહેળાથી ઘોડાસર સુધી તેમ જ ઘોડાસરથી વટવા ગામ અને વટવા ગામથી સરદાર પટેલ રીંગ રોડ સુધીની હયાત કેનાલને પુનઃવિકસિત કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાશે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ખારીકટ કેનાલની કુલ લંબાઈ પૈકી પ્રથમ તબક્કામાં નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધીની ૧૨.૭૫ કિલોમીટરની લંબાઈમાં કેનાલ વિકાસની કામગીરીનું ૮૦ ટકા કામ પૂર્ણ થયુ છે. પ્રથમ તબક્કામાં માટેફાળવવામાં આવેલા રૂપિયા એક હજાર ૩૩૮ કરોડ માંથી અત્યાર સુધીમાં ૭૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે.
Site Admin | માર્ચ 11, 2025 7:12 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલના પુનઃવિકાસના બીજા તબક્કાની કામગીરી માટે અંદાજે રૂપિયા એક હજાર ત્રણ કરોડના કામોની મંજૂરી આપી
