મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શ અને મૂલ્યોને પુનઃઉજાગર થાય તે સમયની માગ હોવા પર ભાર મૂક્યો હતો. ગાંધીનગરથી રાજ્યના તમામ સરકારી, અનુદાનિત અને સૅલ્ફ ફાઈનાન્સ કૉલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ થયેલી ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. યુવાશક્તિના સહારે વિકસિત ભારત 2047નો તેમનો સંકલ્પ હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્રનિર્માણ, વિકસિત ભારત સહતના વિષયને આવરી લેવાયા છે. આ ઉપરાંત આ સ્પર્ધામાં કૉલેજ, ઝૉન અને રાજ્યકક્ષાએ એમ ત્રણ કક્ષાની સ્પર્ધા પણ યોજાશે.કૉલેજકક્ષાએ 28 ફેબ્રુઆરીથી આઠ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં પણ યુવાઓને મોટા પાયે સહભાગી થવા મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 8:27 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શ અને મૂલ્યોને પુનઃઉજાગર થાય તે સમયની માગ હોવા પર ભાર મૂક્યો હતો.
