ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 11, 2024 8:00 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજી ટર્મના કાર્યકાળને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યમાં વિવિધ કાર્યક્રમનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજી ટર્મના કાર્યકાળને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. વર્ષ 2022ની ૧૨મી ડિસેમ્બરના દિવસે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે રાજ્યનું બીજી વખત દાયિત્વ સંભાળ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર ત્રીજા વર્ષમાં પદાર્પણ કરશે, ત્યારે જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવની આવતીકાલે ઉજવણી કરાશે. જેની શરૂઆત મુખ્યમંત્રી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નરોડામાં શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ દ્વારા ગરીબ ઉત્થાન કાર્યક્રમથી કરશે. આ ઉપરાંત આવતીકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિભાગોમાં પસંદગી પામેલા ૫૮૦ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કરશે.
રાજ્યના ખેડૂત ઉત્પાદક સંગઠનો FPOના સદસ્યો સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સંવાદ યોજાશે.. સાંજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ૩૦૦ જેટલી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ સાથે આઈ-હબ ખાતે યોજનારા એક કાર્યક્રમમાં વાર્તાલાપ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ