માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2024ના ભાગ રૂપે એક નવો વિભાગ શરૂ કર્યો છે જેને “શ્રેષ્ઠ ડેબ્યુ ઈન્ડિયન ફિલ્મસેક્શન 2024” કહેવાય છે. 55 મો આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવ IFFI 20મી નવેમ્બરથી 28મી નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાવાનો છે. આ વિભાગ દ્વારા, IFFI ભારતીય નવીફિલ્મો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાંદેશભર માંથી વિવિધ પ્રકારની કથાઓ અને સિનેમેટિક શૈલીઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ પસંદગીઓ યુવા ફિલ્મ નિર્માતાઓની સર્જનાત્મક દ્રષ્ટિ અને અનન્ય વાર્તા કહેવાના અભિગમોને પ્રકાશિત કરશે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 7:37 પી એમ(PM)
માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2024ના ભાગ રૂપે એક નવો વિભાગ શરૂ કર્યો છે
