ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 9, 2024 6:55 પી એમ(PM)

printer

માળિયા હાટીના તાલુકા પાસે જેતપુર સોમનાથ હાઇવે ઉપર બે કાર સામસામે અથડાતા સાત વ્યક્તિના મોત થયા હતા

જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકા પાસે આજે સવારે જેતપુર સોમનાથ હાઇવે ઉપર બે કાર સામસામે અથડાતા સાત વ્યક્તિના મોત થયા હતા. ભંડુરી પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર એક કાર વિરુદ્ધ સાઈડે આવતી હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. કેશોદ નજીકના ગામડામાં રહેતા પાંચ વિદ્યાર્થીઓ ગડું ખાતે પરીક્ષા આપવા જઇ રહ્યા હતા. આ અકસ્માતમાં તમામ પાંચેય વિદ્યાર્થીઓના મોત થતાં કેશોદ તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. અકસ્માતના પગલે કારમાં મૂકેલા ગેસના બોટલમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટથી રસ્તાની બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી. આ અકસ્માત બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે વિસ્ફોટની તપાસ માટે એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ