મહેસાણા જિલ્લાની કડી જીઆઇડીસી ખાતેથી ભેળસેળયુક્ત ઘી નો જથ્થો ઝડપાયો છે. અન્ન વિભાગના અધિકારીઓએ નકલી ઘીનો વેપાર થઈ રહ્યો હતો તે ભાડાનાં મકાનમાં દરોડો પાડીને એક કરોડ 24 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘીમાં પામ ઓઇલની મોટી માત્રા હતી. આ કાર્યવાહીમાં મહેસાણા પોલીસ તેમજ FSL વિભાગ ની ટીમ પણ જોડાઈ હતી.
Site Admin | ઓક્ટોબર 13, 2024 3:59 પી એમ(PM)
મહેસાણા જિલ્લાની કડી જીઆઇડીસી ખાતેથી ભેળસેળયુક્ત ઘી નો જથ્થો ઝડપાયો છે
