ક્રિકેટમાં, વીમેન્સ પ્રિમીયર લીગ 2025માં આજે વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે, મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. પ્રથમ મેચમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ-RCBએ ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે પરાજય આપ્યો હતો. WPLની ત્રીજી સીઝનમાં 5 ટીમો રમી રહી છે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇનાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 2:34 પી એમ(PM)
મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગમાં આજે વડોદરામાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે
