મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ઉદઘાટન મેચ ગ્રૂપ-એમાં સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે રમાશે. ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન ભારત ગ્રુપ Aનાં અન્ય એક મુકાબલામાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાનન, નેપાળ અને UAE છે, જ્યારે યજમાન શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને મલેશિયા ગ્રુપ Bમાં છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો 26 જુલાઈના રોજ સેમિફાઈનલમાં ટકરાશે. ફાઈનલ 28 જુલાઈના રોજ રમાશે. વર્તમાન ચેમ્પિયન ભારત વર્ષ 2018ને બાદ કરતાં એશિયા કપ ટી-20ની તમામ ટુર્નામેન્ટ જીત્યું હોવાથી ફરી એકવાર ટ્રોફી જીતવા આશાવાદી છે.
Site Admin | જુલાઇ 18, 2024 2:27 પી એમ(PM) | t-20
મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે
