મહારાષ્ટ્રમાં 19-મી રાષ્ટ્રીય વુડબૉલ સ્પર્ધામાં પાટણનાં ખેલાડી મમતા પટેલે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે, નાગપુર ખાતે યોજાયેલી સ્પર્ધામાં સિદ્ધપુરની ગોકુલ ગ્લૉબલ યુનિવર્સિટીના સાત ખેલાડીએ ભાગ લીધો હતો. તેમાંથી મમતા પટેલે સુવર્ણ અને અંશુ અગ્રવાલે રજત ચંદ્રક મેળવ્યો છે.
Site Admin | એપ્રિલ 2, 2025 9:54 એ એમ (AM)
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય વુડબૉલ સ્પર્ધામાં પાટણનાં ખેલાડી મમતા પટેલે સુવર્ણ ચંદ્રક જીત્યો
