પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદી મહાસંમેલનમાં 11 લાખ નવી લખપતી દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. ગુજરાત સહિત દેશમાંથી અંદાજે ત્રીસ હજાર સ્થળોએથી લોકો વર્ચ્યૂઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં હાલમાં 11 લાખ જેટલી નવી લખપતિ દીદી બની હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું…
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સામુદાયિક મુદ્રા ભંડાર માટે અઢી હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. જેમાંથી ચાર લાખ ત્રીસ હજાર સ્વયંસેવી સમૂહોના લગભગ 48 લાખ સભ્યોને લાભ થશે. પ્રધાનમંત્રીએ પાંચ હજાર કરોડ રૂપિયાની બૅંક લોન પણ જાહેર કરી, જેનાથી બે લાખ, 35 હજાર, 400 સ્વયંસેવી સમૂહોના 25 લાખ, 80 હજાર સભ્યોને લાભ થશે.
માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સ્વસહાય જૂથની મહિલાઓ સાથે લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાયો.. સુરત જિલ્લાની લખપતિ દીદી તરીકે ૧ હજાર સ્વસહાય જૂથની બહેનોનું સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા..સુરત જિલ્લાની ૨૮૦ સ્વસહાય જૂથની બહેનોને બે કરોડ ૭૬ લાખના લાભો વિતરણ કરાયું..
મહિસાગર જિલ્લામાં જિલ્લા પંચાયતની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લખમતી દીદી પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
જુનાગઢ કલેકટર કચેરીના સેમિનાર હોલ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો. તેમજ બે બહેનોને લખપતિ દીદીનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
અમારા પંચમહાલના પ્રતિનિધી પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લખપતી દીદી સંમેલનમાં સ્વસહાય જૂથોની મહિલાઓને સહાય ચેકનું વિતરણ કરાયું હતું.
મહેસાણા જિલ્લા પંચાયતના હોલમાં 10 કરોડ 50 લાખ રૂપિયાની વિવિધ ફંડ સહાયના ચેક વિતરણ કરાયા.
તો ભૂજ ખાતે ટાઉનહોલમાં આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વય સહાય જૂથોને સહાય ચેકનું વિતરણ કરાયું.
આ ઉપરાંત વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, પાટણ, દાહોદમાં પણ કાર્યક્રમ અંતર્ગત લખપતિ દીદી પ્રમાણપત્રો અને સહાયનું વિતરણ કરાયું.
Site Admin | ઓગસ્ટ 25, 2024 7:35 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા
