ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 25, 2024 4:21 પી એમ(PM)

printer

મંકીપોક્સના સંક્રમણ સામે પૂણેમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા

મંકીપોક્સ વાયરસના ચેપનું જોખમ વધી રહ્યું હોવાથી, પુણે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા છ દિવસમાં સિંગાપોર અને દુબઈના 531 મુસાફરોની, પુણે એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી. જોકે, તેમાંથી એકપણ શંકાસ્પદ દર્દી મળ્યો નહતો.

સાવચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોને શંકાસ્પદ દર્દીઓની જાણ મ્યુનિસિપલ હેલ્થ વિભાગને કરવા અને દર્દીઓના લોહીના નમૂના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ને પરીક્ષણ માટે મોકલવા સૂચના આપવામાં આવી છે, એમ પૂણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. નીના બોરાડેએ જણાવ્યું હતું..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ