ભારતે તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણ પછી, પાકિસ્તાનને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, રાણાનું પ્રત્યાર્પણ પાકિસ્તાનને મુંબઈ હુમલાના અન્ય ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાતની યાદ અપાવે છે, જેમને તે હજુ પણ રક્ષણ આપી રહ્યું છે.
Site Admin | એપ્રિલ 18, 2025 9:44 એ એમ (AM)
ભારતે પાકિસ્તાનને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું
