ભારતે તેનું પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, MRI મશીન વિકસાવ્યું છે, આ નવું મશીન પરીક્ષણો માટે ઓક્ટોબર સુધીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ), નવી દિલ્હીમાં સ્થાપિત થશે.સ્વદેશી એમઆરઆઈ મશીન ભારતને તબીબી ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. પત્રકારો સાથે વાત કરતા એઈમ્સ નવી દિલ્હીના નિદેશક એમ શ્રીનિવાસે કહ્યું, આ પહેલ વિવિધ કંપનીઓ અને સંસ્થાઓને જરૂરી ફેરફારો કરવામાં મદદ કરશે અને એ સુનિશ્ચિત કરશે કે, દેશ પાસે વિશ્વનું શ્રેષ્ઠ ઉપકરણ છે.
Site Admin | માર્ચ 26, 2025 9:34 એ એમ (AM)
ભારતે તેનું પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, MRI મશીન વિકસાવ્યું.
