ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન છત્તીસગઢ, ઝારખંડ, વિદર્ભ, ગંગા પશ્ચિમ બંગાળ, તેલંગણા અને આંધ્રપ્રદેશમાં જુદા જુદા સ્થળોએ ગરમીનું મોજું આવવાની આગાહી કરી છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન ઓડિશામાં પણ જુદા જુદા સ્થળોએ ગરમીનું તીવ્ર મોજું આવવાની સંભાવના છે. હવામાન વિભાગે પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.